ભારતમાં લોકડાઉનનો 14મી એપ્રિલે છેલ્લો દિવસ છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ લોકડાઉન લંબાવાશે કે કેમ તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ખાસ દૂતે જણાવ્યું છે કે, ભારતમાં લોકડાઉનને લગતો કોઈપણ નિર્ણય કરતા પહેલા ખૂબ જ કાળજી રાખવી જરુરી છે.
બેનેટ યુનિ. દ્વારા યોજાયેલી કોરોના વાયરસ પરની ગ્લોબલ ઓનલાઈન કોન્ફરન્સમાં બોલતા ડેવિડ નાબાર્રોએ જણાવ્યું હતું કે ભારતમાં જે વિસ્તારોને કોરોનાના હોટસ્પોટ જાહેર કરાયા છે તેના લોકો બીજા વિસ્તારોમાં ના જાય તેની તકેદારી રાખવાની ખાસ જરુર છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશ જરુરથી વધુ સમય લોકડાઉન લંબાવવા નથી ઈચ્છતો. તેવામાં સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ હોઈ શકે કે પોઝિટિવ કેસ તેમજ તેના સંભવિત વિસ્તારોને આઈસોલેશનમાં રાખવામાં આવે.