કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં ૬ દિવસથી રાજધાની દિલ્હીની સરહદો પર ડેરા નાખીને બેઠેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મંગળવારે યોજાયેલી મંત્રણા અનિર્ણીત રહી હતી. દિલ્હીમાં એકઠા થયેલા હજારો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પંજાબના ૩૨ ખેડૂત સંગઠનના પ્રતિનિધિ, હરિયાણાના પ્રતિનિધિ, એઆઇકેએસસસીના યોગેન્દ્ર યાદવ અને ઉત્તરપ્રદેશના ખેડૂત નેતા મંગળવારે બપોરે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પહોંચ્યા હતા. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા કૃષિમંત્રી નરોત્તમસિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશે ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમની માગોને લઇને વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કૃષિ કાયદાઓ મુદ્દે પ્રવર્તતા મતભેદો દૂર કરવા સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ ખેડૂત નેતાઓને આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, સમિતિમાં સરકારના પ્રતિનિધિઓ સહિત કૃષિના નિષ્ણાતો અને ખેડૂત નેતાઓનો સમાવેશ કરાશે. તેઓ નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માગો પર વિચારણા કરશે પરંતુ ખેડૂત નેતાઓએ સરકારનો સમિતિ રચવાનો પ્રસ્તાવ નકારી કાઢયો હતો. ખેડૂતોએ સરકારને જણાવ્યું હતું કે, આ સમિતિ બનાવવાનો સમય નથી. સરકારના કાયદાનાં કારણે કોર્પોરેટ અમારી જમીન પચાવી પાડશે. અમે આ સમિતિમાં કોર્પોરેટને ઇચ્છતા નથી. સરકાર કહે છે કે તે ખેડૂતોનું ભલું કરવા માગે છે. અમે કહીએ છીએ કે સરકાર અમારું ભલું ન કરે.