ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહયો છે. શુક્રવારે ભરૂચમાં નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર કોરોના પોઝિટિવ કેસ એક સાથે મળતા હડકંપ મચી ગયો છે. આ સાથે જ ભરૂચ જિલ્લો રાજ્યનો 19મો કોરોનાગ્રસ્ત જિલ્લો બની ગયો છે. જ્યારે અહીં નોંધાયેલા ચારેય કેસનું પણ તબલિગી કનેક્શન સામે આવ્યું છે. આ ચારેય જમાતીઓ ટ્રેન મારફતે તામિલનાડુથી અંકલેશ્વર આવ્યા હતા. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે.