ભારતની તાબાબી દેવી થાંગજામે સોમવારે ઇતિહાસ રચતાં યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં જૂડોમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઓલિમ્પિક લેવલે જૂડોમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. ભારતે અત્યાર સુધી સિનિયર અથવા જુનિયર કોઈ પણ સ્તરે જૂડોમાં ક્યારેય ઓલિમ્પિક મેડલ જીત્યો નહોતો. ૨૦૧૭ એશિયન કેડેટ ચેમ્પિયન તબાબી મણિપુરની છે. તબાબી દેવીનો ૪૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં વેનેઝુએલાની મારિયા ગિમિનેઝ સામે પરાજય થતાં ૦-૧૧થી સિલ્વર મેડલ મળ્યો હતો. આ મુકાબલો માત્ર બે મિનિટ અને આઠ સેકન્ડમાં પૂર્ણ થઈ ગયો હતો. મેચમાં તબાબીને એક પેનલ્ટી પોઇન્ટ પણ અપાયો હતો. તબાબી દેવીએ અગાઉ સેમિફાઇનલમાં ક્રોએશિયાની વિક્ટોરિયા પુલિજિચને ૧૦-૦થી પરાજય આપ્યો હતો. તે પહેલાં તેણે ભૂટાનની યાંગચેન વાંગમોને ૧૦-૦થી હાર આપી હતી.