ટી20 વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડમાં ઈંગ્લેન્ડે અમેરિકાને 10 વિકેટે પરાજય આપ્યો છે. અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 9.4 ઓવરમાં 117 રન નોંધાવ્યા છે. આજની મેચમાં ઈંગ્લેડના બોલર જોર્ડનનો જાદુ અને જોશ બટલરની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ સાથે ઈંગ્લેન્ડે તેની ત્રણ મેચમાંથી બેમાં વિજય મેળવ્યા બાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. આ પહેલા અમેરિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.