પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વર્લ્ડકપ પર કબ્જો કર્યો છે. મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના કોઈપણ ખેલાડી મોટા સ્કોર સુધી પહોંચી શક્યા ન હતા.