ICCએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપમાં કુલ 55 મેચો રમાશે, જે વેસ્ટઈન્ડિઝ અને યુએઈના કુલ 9 સ્ટેડિયમમાં આયોજીત કરાશે. પહેલી જૂને પ્રથમ મેચ રમાશે, જેમાં યુએસએ અને કેનેડા વચ્ચે ટક્કર થશે. જ્યારે 26 અને 27 જૂને સેમીફાઈનલ રમાશે. 29 જૂને બારબાડોસમાં ફાઈનલ મેચ રમાશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ-ડે પણ રખાયો છે.