ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં ચાર વિકેટે હરાવી દીધુ છે. રવિચંદ્ર અશ્વિને છેલ્લા બોલ પર એક રન બનાવીને ભારતને જીત અપાવી છે.
પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીની કમાલની ઇનિંગ્સના દમ પર ટીમ ઇન્ડિયાએ આ મેદાનમાં ઐતિહાસિક જીત મેળવી છે.