ગુજરાતી સાહિત્યના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ની પુણ્યશતાબ્દી (૧૬ જૂન, ૧૯૨૩- ૧૬ જૂન, ૨૦૨૩) નિમિત્તે અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં કવિ કાન્ત પૂર્વાલાપ ફાઉન્ડેશનના નેજા હેઠળ ૧૮ જૂન ૨૦૨૩, રવિવારે યોજાનારા એકદિવસીય પરિસંવાદમાં ગદ્ય, પદ્ય, સત્ય, નાટ્ય અને પત્ર એમ પાંચ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોના વક્તાઓમાં શ્રી પ્રફુલ્લ રાવલ અને શ્રી મીનલ દવે(ગદ્ય), શ્રી બારીન મહેતા અને શ્રી રાજેશ પંડ્યા(પદ્ય), શ્રી એલિનોર શ્વાર અને શ્રી કુમારપાળ દેસાઈ (સત્યશોધ), શ્રી સતીશ વ્યાસ અને શ્રી મહેન્દ્રિસહ પરમાર (નાટ્ય), શ્રી દર્શના ધોળકિયા અને શ્રી નિવ્યા પટેલ (પત્ર) પોતાના અભ્યાસપૂર્ણ વિચારો રજૂ કરશે. શ્રી નિયતિ અંતાણી, શ્રી અજય રાવલ, શ્રી દીપ્તિ જોશી અને શ્રી કિશોર વ્યાસ બેઠકોનું સંચાલન કરશે. સમસ્ત કાર્યક્રમનું સંચાલન શ્રી નિયતિ મિસ્ત્રી કરશે. પ્રથમ વાર ઊજવાતી આ પુણ્યશતાબ્દીના મુખ્ય આયોજક અમેરિકાનિવાસી કાન્તના પ્રપૌત્ર મુકુલ પંડ્યા અને એમના કુટુંબીજનો છે. પરિસંવાદની પરિકલ્પના અને આયોજન શ્રી અમૃત ગંગરનાં છે. પ્રસ્તુત પરિસંવાદમાં ‘કાન્ત’રચિત બે ગીતોનું સ્વરાંકન સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી આશિત દેસાઈએ કર્યું છે. આ ગીતો વૃંદગાન અને એકાકી રૂપે શ્રી આલાપ દેસાઈ અને શ્રી દર્શના ભુતા શુક્લ દ્વારા રજૂ થશે. આ ગીતોનું ધ્વનિમુદ્રણ કૅલિફૉર્નિયા અને મુંબઈના સ્ટુડિયોઝમાં થયું છે. ખાસ આ પરિસંવાદ માટે કવિ ‘કાન્ત’નું પૉર્ટ્રેટ મુંબઈસ્થિત સંસ્થા અસીમાના નિરાશ્રિત વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે.
આ પરિસંવાદમાં ભાગ લેવા ઇચ્છનારે ૧૪મી જૂન સુધીમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કૃપા દેથોલિયા(૯૮૯૮૦૪૨૬૯૯)ને વૉટ્સએપથી પૂરું નામ, સરનામું, ઈ-મેઇલ તથા વૉટ્સએપ નંબર જણાવવા વિનંતી. કવિ કાન્ત પૂર્વાલાપ ફાઉન્ડેશન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આ રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.