ધાર્મિક સહિત બધી જ ભાવનાઓ જીવવાના અધિકારને આધિન છે તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. આ સાથે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને 'પ્રતિકાત્મક' કાવડ યાત્રા યોજવાના તેના નિર્ણય અંગે પુનઃ વિચાર કરવા ૧૯મી સુધીનો સમય આપ્યો હતો. કોરોના મહામારીના પગલે ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા રદ કરી દીધી હતી જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે 'પ્રતિકાત્મક' કાવડ યાત્રા યોજવા મંજૂરી આપી હતી. ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે આપમેળે નોંધ લીધી હતી. આ કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકારે ટેન્કર મારફત કાવડયાત્રીઓ સુધી ગંગાજળ પહોંચાડવાની ભલામણ કરી છે.