સ્વિત્ઝર્લેન્ડમાં આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આજે બુધવારથી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.