હિંદુજા સમૂહના પ્રકાશ હિંદુજાને કથિત ટેક્સ ચોરીના એક કેસમાં સ્વિત્ઝરલેન્ડની ફેડરલ કોર્ટમાંથી રાહત નથી મળી. ફેડરલ કોર્ટે જણાવ્યું કે, પ્રકાશ હિંદુજાએ 13.7 કરોડ ડોલર (આશરે 1,000 કરોડ રૂપિયા)નો ટેક્સ ભરવો પડશે. કોર્ટે તેમની સંપત્તિ ફ્રીઝ કરવાના આદેશને પણ માન્ય જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 76 વર્ષીય પ્રકાશ હિંદુજા યુરોપમાં હિંદુજા જૂથના ચેરમેન છે. ગોપીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા, અશોક હિંદુજા અને એસપી હિંદુજા આ 4 ભાઈઓ હિંદુજા ગ્રુપના કર્તાહર્તા છે. ફોર્બ્સ મેગેઝીનના અહેવાલ પ્રમાણે 'હિંદુજા બ્રધર્સ'ની વર્તમાન નેટવર્થ આશરે 15.4 અબજ ડોલર (આશરે 1.12 લાખ કરોડ રૂપિયા)ની છે.