-
એક 24 વર્ષિય યુવા સ્વીસ દંપતિ ક્વેન્ટીન જેર્મી કલાર્ક અને મેરી ડ્રોઝ યુપીના ફતેહપુર સીક્રી ખાતે ફરવા આવ્યું ત્યારે કેટલાક સ્થાનિક યુવાનોએ સ્વીસ યુવતી મેરી સાથે સેલ્ફી લેવા કરેલી પડાપડી અને ત્યારબાદ તેમની સાથે અપમાનજનક વર્તન અને પથ્થરો તથા લાકડીથી ફટકારીને હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થયાં હતા. મેરીના પતિને માથામાં ભારે ઘા થયો છે અને તેમને આઇસીયુમાં દાખલ કરાયા છે. આ શરમજનક ઘટનાને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વખોડી કાઢીને યુપી સરકાર પાસેથી અહેવાલ મંગાવ્યો છે. સૌથી શરમજનક બાબત તો એ છે કે તેઓ જમીન પર લાહીલુહાણ હાલતમાં પડી રહ્યાં ત્યારે તેમની મદદ કરવાને બદલે લોકો તેમની મોબાઇલ વીડીયો ઉતારવામાં વ્યસ્ત હતાં. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આડે હાથે લેતાં કહ્યું કે યોગી સરકારે ખૂબ મોટા ઉપાડે એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવી હતા તે ક્યાં છે.