ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ બેકાબૂ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 104 સ્વાઈન ફલૂના પોઝિટિવ કેસો નોંધાયા છે તો બીજી બાજુ 48 કલાકમાં વધુ ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. સ્વાઈન ફલૂના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 93થી વધુ દર્દીઓનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં નવા 104 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 40 કેસ નોંધાયા છે.