અમેરિકાની કંપની ઉબર ટેકનોલોજી તેના ફૂડ ડિલિવરી બિઝનેસ ઉબર ઈટ્સને સ્વિગીને વેચી શકે છે. મિડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ, બંને કંપનીઓ વચ્ચે હાલમાં આ અંગે વાતચીત ચાલી રહી છે. આગામી થોડા દિવસોમાં ડીલ થાય તેવી શકયતા છે. આ અંતર્ગત સ્વિગી, ઉબર ઈટ્સને ટેકઓવર કરીને ઉબરને 10 ટકા શેર આપી શકે છે. મહત્વનું છે કે, સ્વિગીએ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની કંપની નેસ્પેર્સ અને ચીનની ટેનસેંટ હોલ્ડિંગ્સ પાસેથી 1 અબજ ડોલરનું ફન્ડિંગ એકત્રિત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉબર અમેરિકામાં આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ કારણે તે હાલ નુકસાનને ઓછું કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સૂત્રોની માહિતી મજબ, તેના આઈપીઓનું વેલ્યુએશન 120 અબજ ડોલર હોઈ શકે છે.
અમેરિકાની કંપની ઉબરે 2017માં ભારતમાં ઉબર ઈટ્સના નામથી ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. જે દેશના 37થી વધુ શહેરોમાં સર્વિસ આપે છે. જયારે 2014માં શરૂ થયેલી સ્વિગી 80 શહેરોમાં 60,000 રેસ્ટોરન્ટ્સ દ્વારા ફૂડ ડિલિવરી કરે છે.