-
શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં જામનગર ખાતે માનવ સેવા અને સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો,જેમાં કિર્તન સંધ્યા,માનવ જીવનના મહામૂલ્યો વિષે સંતવાણી તથા માનવ સેવા ભિયાન અંતર્ગત નિઃશુલ્ક જરૂરીઆતમંદોને સિલાઇના સંચાનું વિતરણ,76 નંગ સિલાઇના સંચા તથા 725 વિદ્યાર્થીઓને દફતર વિતરણ કરાયા હતા. પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે આશિર્વાદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીની તંગી સર્જાઇ છે, દુષ્કાળને લીધે મૂંગા પશુ-પક્ષીઓ પણ આ સમસ્યાનો ભોગ બને છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા સમાજ સેવાના અને પ્રાણીઓ માત્ર પ્રત્યે અનુકંપા રાખવા કહ્યું હતું, એમ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની યાદીમાં જણાવાયું હતું.