AAP ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સ્વાતિ માલિવાલનો મેડિકલ રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ મેડિકલ રિપોર્ટમાં આ કેસને લગતી ઘણી બાબતોનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, આ મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સ્વાતિના શરીર પર 4 જગ્યાએ ઈજા થઈ છે. આ રિપોર્ટના અનુસાર, સ્વાતિના ડાબા પગ અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. એટલું જ નહીં સ્વાતિ માલિવાલના ડાબી આંખના નીચે ઈજાના નિશાન વિશે પણ આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.