હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું આજ રોજ અવસાન થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર ખાતે અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્વતી હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ હતા. થોડા દિવસો પહેલા જ સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વર ખાતે આવેલો છે. તેમણે રવિવારે બપોરે 03:30 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1924ના રોજ મધ્ય પ્રદેશના સિવની ખાતે થયો હતો. 1982માં તેઓ ગુજરાતમાં દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા.
શંકરાચાર્ય સરસ્વતીના માતા-પિતાએ બાળપણમાં તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. તેમણે 9 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને ધર્મનો રસ્તો અપનાવ્યો હતો. સ્વામી શંકરાચાર્ય સરસ્વતીએ કાશીમાં વેદ-વેદાંગ તથા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ આઝાદીની લડાઈમાં પણ હિસ્સો લીધો હતો. તેમણે 15 મહિનાની જેલની સજા પણ ભોગવી હતી. તેમણે વારાણસી ખાતે 9 મહિના અને મધ્ય પ્રદેશમાં 6 મહિનાની જેલની સજા કાપી હતી.