હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રીસ્વામિનારાયણ ભગવાનને સંતો - ભક્તો વિવિધ હિંડોળામાં બિરાજમાન કરી દર્શન કરતાં કરતાં ઝુલાવે અને પાવન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવે છે. એમાં મહા કવિ કાલિદાસ કહે છે તે મુજબ "ઉત્સવ પ્રિયા ખલુ માનવા:" એ ન્યાયે ઉત્સવ માણસને આનંદ અને ઉલ્લાસની પ્રતીતિ કરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય સવિશેષ છે. તેમાં ઉત્સવ સમૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. આ ઉત્સવો સૌથી વધુ ચતુર્માસ કહેતાં અષાડ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસ દરમિયાન આવતા હોય છે.
આ ઉત્સવોમાં હિંડોળા ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી ચાલતો હોય છે. આ ઉત્સવમાં સંતો-ભક્તો પોતાના મનના સંકલ્પો પ્રમાણે ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવીને ભક્તિ અદા કરે છે.
ભગવાનને રિઝવવા માટે ભક્તો વિવિધ પ્રકારના હિંડોળા શણગારે છે. સંતો - ભક્તો ભગવાનને બિરાજમાન કરવા માટે અગરબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, હીર, કઠોળ, પેંડા, મોરપીંછ, સિક્કા, બોલપેન, રાખડી, પવિત્રા વગેરે નિત-નવા નવલાં વસ્તુઓથી - પદાર્થોથી હિંડોળાને સુશોભિત કરે છે. હિંડોળા તૈયાર કરવા માટે સંતો - ભક્તો અને વિદ્યાર્થીઓ તન મન ધન અર્પણ કરે છે. સંધ્યા સમયે મંદિરમાં સંતો - ભક્તો અને વિદ્યાર્થીઓ સાથે મળીને મૃદંગ, પખવાજ, ઝાંઝ, મંજીરા, ઢોલક આદિ વાજિંત્રો સાથે હિંડોળાનાં પદોનું ગાન કરીને ઉત્સવ કરે છે. ત્યારબાદ સંધ્યા આરતી કરવામાં આવે છે અને સંધ્યા આરતીના નિયમો પણ કરવામાં આવે છે.
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે હિંડોળામાં પ્રભુની અનોખી ઝાંખી થાય છે. પ્રભુને ઝુલાવવાનો અનેરો દિવ્ય આનંદ છે. વસંત ડોલે અને હિંડોળા એવી ઋતુઓમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય પૂરબહારમાં ખીલેલી હોય છે. ભક્તિના વિવિધ પ્રકારોમાં પ્રેમલક્ષણા ભક્તિ અનન્ય સ્થાન ધરાવે છે. જે ઈશ્વર સમક્ષ તમામ ભક્તો વંદન કરતા હોય તેના જ ભગવાનને - બાલ સ્વરૂપને લાડ લડાવવામાં આવે છે. આવો જ હિંડોળા ઉત્સવ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આજે તીર્થોતમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે ડ્રાયફ્રૂટના હિંડોળા કલાત્મક રીતે સજાવવામાં આવ્યા છે. સંતો - ભક્તો, બહેનો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આ હિંડોળામાં પોતાની ભક્તિરુપી સેવા કરી છે. જેના દર્શનાર્થે અનેક સત્સંગીઓ, ભાવિકો, દર્શનાર્થીઓ, વિદ્યાર્થીઓ પણ હરખભેર ઉમટે છે. તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ આ મહોત્સવ અંતર્ગત હિંડોળા ઉત્સવ દર્શન પ્રદર્શન જેના દર્શને પણ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે.