આર્થિક મંદીના પગલે વિપક્ષ કેન્દ્ર સરકારની સતત આલોચના કરી રહ્યું છે, ત્યારે હવે યોગ ગુરૂ રામદેવે શુક્રવારે મોદી સરકારને સલાહ આપતા જણાવ્યું કે, "સરકારે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનું સમાધાન કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ." CAA વિરૂદ્ધ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓના સામેલ થવા અંગે રામદેવે જણાવ્યું હતું કે, "આંદોલનનું કામ બેરોજગારો પર છોડી દેવું જોઈએ. દેશમાં પ્રદર્શનના કારણે અશાંતિ ફેલાઈ રહી છે. આઝાદીના નારા લગાવતા, જ્યારે જિન્નાના નારા લગાવે તે ખોટું છે. વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ."