અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમા ડીપીએસ સ્કૂલના એમડી મંજુલા શ્રોફે બાબાની નવી શક્તિનો દાવો ગણાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. મંજુલા શ્રોફ કહી રહી છે કે, બાબા નિત્યાનંદને બે નહીં પણ ત્રણ આંખ છે. ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળ પણ દૂર કરી શકે છે. એટલે કે બાબાની ત્રીજી આંખની નજર વેક્સિંગ કરી આપે છે. આ નવા વીડિયોમાં મંજુલા શ્રોફે ત્રીજી આંખનું રહસ્ય ખોલ્યું છે. અને આ વીડિયો ઢોંગી બાબા નિત્યાનંદના એક સત્સંગ સમારોહનો છે.