સંસદના શિયાળુ સત્ર દરમિયાન 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે 31મી જાન્યુઆરીથી શરૂ થતા સંસદના બજેટ સત્ર પહેલા તમામ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી છે.