ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરનારી કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ પ્રિયંકા ચૌધીરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. શુક્રવારે રાત્રે તેને ચક્કર આવ્યાની ફરિયાદ હતી. ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રિયંકા અસ્થમાની દર્દી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટના સરોજિની નગર વિસ્તારની છે. મળતી માહિતી પ્રમાણે સરોજિની નગરમાંચૌધરી ચરણ સિંહ એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરનારી કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ પ્રિયંકા ચૌધરીને ફરજ દરમિયાન અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. એરલાઇન્સ સ્ટાફે તેને સારવાર માટે પ્રિયંકાને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.