ગુજરાતના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ના સાંસદ મોહન ડેલકરનો મુંબઈખાતેથી મૃતદેહ મળી આવ્યો છે. સાંસદનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આપઘાત કરી લીધો છે. મોહન ડેલકર સાત વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલતમાં તેઓ અપક્ષ સાસંદ છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની એક હોટલ કે જેનું નામ સી ગ્રીન છે તેમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ હોટલ મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.