વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા. તેમની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા છે. જેમાં અમુક નેતાઓને આ વખતે મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી. તેમાંના એક સુષ્મા સ્વરાજ છે. પાછલી સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજને આ વખતે કેબિનેટમાં જગ્યા મળી નથી.
લોકસભા ચૂંટણી 2019માં મળેલ પ્રચંડ જીત બાદ મોદી સરકાર 2.0એ ગુરૂવારે શપથ પણ લઇ લીધા. શપથગ્રહણ સમારંભ બાદ સુષ્માએ ટ્વીટ કરી PM મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રીજી, તમે પાંચ વર્ષ સુધી મને વિદેશ મંત્રી તરીકે દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોની સેવા કરવાની તક આપી અને આખા કાર્યકાળમાં વ્યક્તિગત રીતે પણ ખૂબ સમ્માન આપ્યું. હું તમારા પ્રત્યે ખૂબ આભારી છું. આપણી સરકાર ખૂબ જ યશસ્વીતા સાથે ચાલે, પ્રભુ પાસે મારી આ પ્રાર્થના છે.