ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રહેતા હરિપ્રસાદ પંડિત નામના વૃદ્ધે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટેગ કરીને ટ્વિટ કરી કે, જો તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહી આવે તો તે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસ સામે આત્મદાહ કરશે. બનાવ અંગે વિદેશમંત્રી સુષમા સ્વરાજે અમદાવાદ પાસપોર્ટ ઓફિસને આ વાતને ગંભીરતાથી લેવાનો આદેશ આપ્યો.