પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના સીનિયર નેતા સુષમા સ્વરાજનું મંગળવારે અવસાન થયું. છેલ્લા થોડા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હતી, જેના કારણે તેમણે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. સુષમા સ્વરાજ છેલ્લે ગત મહિને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. તેમણે 67 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા.
રાજકીય કારકિર્દીમાં સુષમા સ્વરાજના નામે ઘણી ઉપલબ્ધિઓ છે, જેને દેશ હંમેશાં યાદ કરશે. 1977માં જ્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી ત્યારે તે સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મંત્રી બન્યાં હતાં. તે 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જ્યારબાદ 27 વર્ષની ઉંમરમાં તે હરિયાણામાં જનતા પાર્ટીની રાજ્ય અધ્યક્ષ બન્યાં હતાં. સુષમા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત છે. આ ઉપરાંત સુષમાજી પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા હતાં.