Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારનાં મુઝફ્ફરપુરની એક કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સલમાન ખાન અને કરણ જોહર સહિત 8 સેલિબ્રિટીઝ વિરૂદ્ધ સુધીર કુમાર ઓઝા નામનાં એક વકીલે ફરિયાદ દાખલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફરિયાદી સુધીર કુમારે જણાવ્યું છે કે, “મેં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને મામલે મુઝફ્ફરપુરની એક કોર્ટમાં સંજય લીલા ભણસાલી, કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને તેઓએ IPCની કલમ 306, 504 અને 506 અંતર્ગત તેઓને આરોપી ગણાવ્યાં છે.”

આ ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે,

“સુશાંત સિંહને લગભગ 7 ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતાં. જેમાંથી તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ન હોતી. આવી સ્થિતિએ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો દાવો વકીલ સુધીર કુમાર ઓઝાએ કર્યો છે.”

મહત્વનું છે કે સુધીર કુમાર ઓઝા આ પહેલાં પણ ઘણાં બધાં વિવાદિત મુદ્દાઓ પર આ જ રીતે મુઝફ્ફરપુરમાં ઘણી વાર ચર્ચામાં રહી ચૂક્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ