Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એમએસ ધોનીના જેવી ફિલ્મમાં દમદાર અભિનય કરનારા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. તેણે તેના બાંદ્રાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનમાં હત. સુશાંતના નોકરે તેની આત્મહત્યા અંગે પોલીસને જાણ કરી હતી.

સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરૂઆતમાં આત્મહત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ડોકટરોએ તેના ઓર્ગન્સની તપાસ માટે જેજે હોસ્પિટલમાં  મોકલ્યા છે. અહીં તેની તપાસ કરવામાં આવશે કે તેમના અંગોમાં કોઈ ઝેર અથવા ડ્રગ્સ તો નથી ને. આ કેસની તપાસ કરી રહેલા મુંબઇ પોલીસ ઝોન 9 ના ડીસીપી અભિષેક ત્રિમુખીએ જણાવ્યું હતુ કે સુશાંતના ઓરડામાંથી તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

થોડા દિવસો પહેલા સુશાંત  તેની પૂર્વ મેનેજરના મૃત્યુના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગયો હતો. સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. હું દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિશાના આત્માને શાંતિ આપે. '

સુશાંતના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે. તેના પરિવારજનો પટનાથી મુંબઈ પહોંચી ગયા છે. તેમના અંતિમ સંસ્કારમાં તેના પિતા અને નજીકના સગા એમ બહું ઓછા લોકો હાજર રહેશે.

સુશાંત સિંહ રાજપૂતે ટેલિવિઝન જગતના અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુશાંતે તેની કારકિર્દીની શરૂઆત 2008 ની ટીવી સીરિયલ 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' થી કરી હતી. પરંતુ તેને ‘પવિત્ર રિશ્તા’ દ્વારા  નામના મળી હતી. સુશાંત જીટીવી પર પ્રસારિત થનારી પવિત્ર રિશ્તા સીરિયલમાં અંકિતા લોખંડેની સાથે દેખાયો હતો. આ બંનેના લાંબા રિલેશનશીપમાં પણ હતા.

ટીવી પર કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે તાજેતરનાં વર્ષોમાં મોટા પડદા પર પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. સુશાંતે ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કાઈ પો છે અને છિછોરે જેવી કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

સુશાંતે વર્ષ 2013માં ફિલ્મ 'કાય પો છે'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંતના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. સુશાંતની બીજી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ' હતી. આ ફિલ્મમાં તેણે રોમેન્ટિક છોકરાની ભૂમિકા ભજવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ