અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રાજકીય નિવેદનો આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. ત્યારે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મોરચો સંભાળી લીધો છે. સીએમ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકોની ટીકા કરવા માગુ છું જે પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઇ પોલીસ અસર્મથ નથી. જો કોઇ પાસે આ મામલે કોઇ પૂરાવો હોય તો અમારી પાસે લઇને આવો અમે પૂછપરછ કરીશું. દોષિતોને સજા આપીશું. પરંતુ કૃપા કરી આ મામલે મહારાષ્ટ્ર અને બિહાર બંને રાજ્ય વચ્ચે વિવાદ ઉભો કરવા માટે તેનો ઉપયોગ ન કરો.