દેવભૂમિ દ્વારકાની કૃષ્ણભૂમિમાં ભગવતગીતાના જ્ઞાન ,કર્મ અને ભક્તિના જીવનસૂત્રો આત્મસાત કરીને જેમની પીંછીની ધારામાંથી સતત સરવાણી ફૂટતી રહી છે એવા સિદ્ધહસ્ત કલાસાધક શ્રી સવજી છાયાની રેખાઓ અનેક કલાકારોના ભાવજગતને ભીંજવતી રહે છે... કૃષ્ણમય બનેલા આ સર્જકની આંગળીઓના ટેરવામાંથી ટપકીને હિલોળા લેતી રેખાઓનો જોટો ક્યાંય જડે તેમ નથી.. નાંદુરસ્ત તબિયતની વચ્ચે પણ મજબુત મનોબળ સાથે ટપકાઓથી રચાતી રેખાઓમાં મન ભરીને ટપકી ઊઠયા છે.. સૂર્યમાં અત્ર -તત્ર અને સર્વત્ર દર્શન કરીને આ સર્જકની સૂર્યની સંવેદના પામવામાં સાંગોપાંગ પાર ઊતર્યા છે ...સાધકની ભૂમિકામાં રહીને વિશ્રામનો અનુભવ કરીને અનેક કલાકારોને કરાવી રહ્યા છે... સાહિત્ય અને ચિત્રકલા બેઉ ક્ષેત્રની સર્જકતાના સંયોગનું આ પરિણામ છે... "સૂર્ય સંવેદના" કલાગ્રંથ ભાગ -26મા 276 કરતા પણ વધારે સૂર્યના કલાસર્જનો સ્થાન પામ્યા છે .. જે નવોદિત ચિત્રકારોના કલા જીવનમાં ખૂબ ઉપયોગી બનીને કલાના રસ્તે આગળ વધવામાં સહયોગી બનશે તે નક્કી છે... "સૂર્ય સંવેદના" કલાગ્રંથ ભાગ 26 પ્રકાશિત કરવાની કલા પ્રતિષ્ઠાન ને સદ્ભાગી તક મળી તે સમગ્ર ગુજરાતના કલાજગત માટે સાચા અર્થમાં "સૂર્ય ઉત્સવ" બનવાનો છે તેનો અમને અનેરો આનંદ છે આ સર્જકને અને કલાપ્રતિષ્ઠાનને શબ્દ સુમન વડે પોખીને કલાનું મહત્વ અને મહાત્મ સમજાવ્યું છે એવા મૂર્ધન્ય લોકકલાવિદ્ શ્રી જોરાવરસિંહ જાદવ ,સાહિત્યસર્જક ભદ્રાયુ વછરાજાની, કલા વિવેચક નિસર્ગ આહિર ,શ્રી મુકુંદ દવે, શ્રી પ્રફુલ્લ રાવલ ,ચિત્રકાર અને કલા વિવેચક ચંદ્રકાંત કંસારા સાહેબ અને આ સૂર્યસંવેદનાને આખરી સ્વરૂપ આપવામાં પ્રેરક અને પ્રોત્સાહિત કરવામાં જેમનો સિંહફાળો છે એવા મારા સહૃદયમિત્ર અને જામનગરના અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કેન્સરગ્રસ્ત બનેલા કલાસાધક સવજીભાઈ આજે કેન્સર મુક્ત બન્યા છે તેનો ખૂબ રાજીપો છે સાચા અર્થમાં આ ક્લાસાધકની "સૂર્ય સંવેદના".. સૂર્ય ઉપાસના બની છે આવનારા દિવસોમાં અનેક ક્લા સર્જનો એમના હાથે ભગવાન કાળીયા ઠાકર કરાવે એવી દ્વારકાધીશના ચરણોમાં વંદના ....તારીખ ૨૮ મી સપ્ટેમ્બરના રોજ પોરબંદર ખાતે મહાત્મા ગાંધી અને સુદામાની પુણ્યભૂમિમાં ભાગવતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી )ની ઉપસ્થિતિમાં સિદ્ધહસ્તકલા સાધક સવજી છાયાનુ વૈયક્તિક કલાપ્રદર્શન અને "સૂર્ય સંવેદના"નું ભવ્ય લોકાર્પણ મહારાણા નટવર સિંહજી આર્ટ ગેલેરી -પોરબંદર ખાતે કરવામાં આવશે. : રમણીક ઝાપડિયા