Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળીના બીજા જ દિવસે એટલે કે 25મી ઓક્ટોબરે દેશ અને દુનિયામાં આંશિક સૂર્યગ્રહણ  થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. આ દુર્લભ ખગોળીય ઘટનાની સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રકારનું ગ્રહણ આગામી દાયકા સુધી ભારતમાંથી જોવા નહીં મળે. દેશની રાજધાનીની સાથે આ ગ્રહણ જયપુર, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, નાગપુર અને દ્વારકાથી પણ જોવા મળશે. ગ્રહણ દરમિયાન ભારતના લોકો ધૂંધળા સૂર્યના માત્ર 43 ટકા જ દર્શન કરી શકશે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ ગ્રહણને નરી આંખે જોવું નુકસાનકારક છે.
2022નું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ આજે જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતની સાથે-સાથે યુરોપ, નોર્થ-ઈસ્ટ આફ્રિકા, મિડલ ઇસ્ટ અને વેસ્ટ ઈન્ડિયાના કેટલાક ભાગોમાં પણ જોવા મળવાનું છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણને કારણે સૂતક પણ લાગશે. આજે સાંજે 4 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે અને સાંજે 6.25 વાગ્યે સૂર્યગ્રહણ પૂર્ણ થવાનું છે

શહેર    ગ્રહણની શરૂઆત
જયપુર    4:31 PM
કોલકાતા    4:52 PM
દિલ્હી    4:29 PM
ચેન્નઈ    5:14 PM
મુંબઈ    4:49 PM
હૈદરાબાદ    4:59 PM
નાગપુર    4:49 PM
દ્વારકા    4:36 PM
સિલીગુડી    4:41 PM
તિરૂવનંતપુરમ્    5:29 PM
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ