સામાન્ય રીતે ખેતીવાડી વિસ્તારમાં આવેલી વીજ ડીપીના કારણે પ્રાણીઓને કરંટ લાગતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બની છે. જ્યારે વીજ ડીપીને ભટકાતા કરંટ લાગતા બે વર્ષના દીપડાનું મોત થયું હતું. આ અંગે જામ થતાં વનવિભાગે આગળની કાર્યવાહી હાથધરી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોસાડી ગામની સિમમાં ખેતરમાં ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે. જ્યાં બપોરના સમયે ખેતરમાંથી ભાગવા જતા કદાવર દીપડો ચાલું વીજ ટ્રાન્સફોર્મર સાથે ભટકાતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ પ્રવાહ ચાલું હોવાથી દીપડાનું મોત થયું હતું.
જોકે ગ્રામજનો દ્વારા માંડવી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરાવી દીપડાનો કબજો મેળવાયો હતો.
હાલ મૃત દીપડાનો કબજો મેળવી પી એમ અર્થે લઇ જવાયો હતો. અને જ્યાં પી એમ બાદ ખોડામ્બા વડા મથક ખાતે અગ્નિસંસ્કાર કરાયો હતો. દીપડો અંદાજે 2 વર્ષનો હોવાનું જણાયું હતું. અને વીજ કરંટ લાગવાથી જ મોત થયાનું બહાર આવ્યું હતું.
ઘાટના વીજ કંપનીની પણ બેદરકારી હોય તેમ ખેતીવાડીના વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરને જાળીઓ મૂકી કવર કરવાનું હોય છે. જોકે, તેમ ન થતાં ચાલુ વીજ પ્રવાહ અને ખુલ્લી ડીપીથી જીવલેણ ઘટના બની હતી.