દેશ મંદીના ભરડામાં છે તેની અસર દેખાઈ રહી છે. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. તેવામાં કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. કંપની નુકસાન કરતી હોવાનું કહીને રત્નકલાકારોને છૂટા દેવાયા હતા. જેથી આ તમામ રત્ન કલાકારોએ રત્નકલાકાર વિકાસ સંઘને રજૂઆત કરી હતી. તેઓએ રત્નકલાકારના હક માટે લડવાની તૈયારી બતાવી છે.
હાલમાં હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી.