રાજ્યમાં આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. 3700 જેટલી જગ્યા માટે યોજાયેલી આ પરીક્ષા માટે લગભગ 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું હતું. ત્યારે સુરેન્દ્રનગરના 'એમ.પી શાહ કોમર્સ કોલેજમાં પેપરનાં સીલ તૂટેલા હોવાનો આક્ષેપ અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.'
અનેક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગેની ફરિયાદ જણાવતા કહ્યું કે, 'સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું. આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી. વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી લેવામાં આવી ન હતી.'
ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવાના આશયથી સીલ તોડવામાં આવ્યું છે. હોબાળાના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.