સુરતમાં એક વખત ફરીથી મજૂરોએ ઘરે જવાની પરવાનગીને લઈને પ્રદર્શન કર્યા છે. આનાથી કેટલીક જગ્યાઓ પર પોલીસ અને મજૂરોમાં ઘર્ષણના સમાચાર આવી રહ્યાં છે. સૂરતમાં મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્ર પાસે મોરા ગામ બહાર પ્રદર્શન કરી રહેલા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે ભીડને વેર-વિખેર કરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને હળવો લાઠી ચાર્જ કર્યો હતો. 40થી વધુ મજૂરોની પોલીસે અટકાયત કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શન કરી રહેલા મજૂરોમાં મોટી સંખ્યા ઝારખંડ અને ઉત્તર પ્રદેશના મજૂરોની છે. પોલીસ મજૂરો સાથે વાત કરીને તેમને સમજાવવાની કોશિશ પણ કરી રહી છે.