સુરતના ડભોલી ચારરસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ સામે કતારગામ પોલીસમાં દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી. 20 વર્ષની યુવતીને માતાના ઓપરેશન માટે પૈસા આપવાની લાલચ આપી સાધુએ બબ્બે વખત મંદિરના રૂમમાં જ કુકર્મ આચર્યું હતું. પોલીસે મોડીરાત્રે દુષ્કર્મનો ગુનો નોંધી 24 વર્ષના સાધુની અટકાયત કરી પૂછપરચ્છ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડભોલી ચારરસ્તા ખાતે વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અહીં મંદિરના મહંત પ્રભુસ્વામીના 24 વર્ષના શિષ્ય એ કતારગામની 20 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઇ હતી.