જાણીતી શૈક્ષણિક સંસ્થા વનિતા વિશ્રામને રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. સુરતમાં 114 વર્ષથી કાર્યરત વનિતા વિશ્રામ સંસ્થાએ વિદ્યાર્થિનીઓના શિક્ષણ ક્ષેત્રે મોટી નામના મેળવી છે. વનિતા વિશ્રામ ગુજરાતની પહેલી અને દેશની 19માં નંબરની મહિલા યુનિવર્સિટી બનશે. સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ સાથે શરૂ થયેલી સંસ્થામાં હવે અનેક હાઈટેક અભ્યાસક્રમ શરૂ થશે. જેમાં સ્કૂલ ઓફ હ્યુમેનિટી, સોશિયલ સાયન્સ, કોમર્સ, એપ્લાઈડ સાયન્સ, મેનેજમેન્ટ, વોકેશનલ સ્ટડી, કોમ્પ્યૂટર સાયન્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી સામેલ છે. આ નવા અભ્યાસક્રમ થકી વિદ્યાર્થિનીઓને સર્વાંગી વિકાસ માટે અમૂલ્ય તક મળશે.