હીરા ઉદ્યોગ બાદ હવે કાપડ ઉદ્યોગ મંદીની ઝપટમાં છે ત્યારે મંદીના મારથી હતાશ થઈ ગયેલા એક કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઍમ્બ્રૉઇડરીનું કારખાનુ ધરાવતાં ગોએન્કા છેલ્લા ઘણા સમયથી મંદા ધંધાના કારણે હતાશ હતા. મંદીના કારણે કારખાનામાં 20માંથી 10 મશીન બંધ થઇ ગયા હતા તેથી મંદીમાંથી બહાર આવવાની આશા ગુમાવી ચુકેલા કારખાનેદારે અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.