સુરતની પાંડેસરા GIDCમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને આખા વિસ્તારમાં દૂર્ગંધ ફેલાઇ ગઇ હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે.