સુરત શહેરમાં રખડતા ઢોર-ઢાકરોના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર અજય તોમરે આદેશ આપી દીધો છે. સુરતમાં અકસ્માતોનું પ્રમાણ ધટે, અમૂલ્ય માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી શુક્રવારે સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક મળી હતી. આ 37મી રીવ્યુ બેઠકનું નેતૃત્વ શહેર પોલીસ કમિશનર અજય તોમરે કર્યું હતું.
પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે આદેશ આપ્યો હતો કે શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરોના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવે. તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. તેમણે હજીરા વિસ્તારના ટેન્કરો શહેરી વિસ્તારમાંથી પસાર થતા હોઈ આવા ટેન્કર ચાલકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.