સુરતમાં સૈયદપુરા વરીયાવી બજાર સ્થિત ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 27 આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોડી સાંજે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા પથ્થરમારા પાછળ કોઈ સુનિયોનિત કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.