રાજ્યમાં નવરાત્રીના તહેવારને લઈેન સુરત પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સ્પેશિયલ બ્રાન્ચના DCPએ જણાવ્યું હતું કે, 'શહેરમાં પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ચાલતા ગરબામાં રાત્રીના 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની મંજૂરી છે. આ દરમિયાન મહિલાઓની સેફ્ટિને માટે શી-ટીમ તૈનાત કરાશે. આ વર્ષે ડ્રોન અને ઘોડે સવાર દ્વારા સુરક્ષા રાખવામાં આવશે.'