ગુજરાતના સુરત શહેરમાં આવેલા ડિંડોલી વિસ્તારમાં મંગળવારે સવારે લૉકડાઉનનું પાલન કરાવવાનો પ્રયત્ન કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર કેટલાક સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયા છે.
આ અંગે સુરતના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ આરપી બારોટે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ડિંડોલી વિસ્તારમાં એક સ્થળ પર લૉકડાઉનનું પાલન કરાવવા માટે PCR વાન પહોંચતા કેટલાક સ્થાનિક લોકો ભડક્યા હતા.