સિવિલ હોસ્પિટલનું તંત્ર અગાઉ થયેલી ભુલોમાંથી પણ શીખ નથી લેતું તેવું લાગી રહ્યું છેે. થોડા દિવસ પહેલા જ આઈસોલેશન વોર્ડમાંથી એક દર્દી ભાગી છુટ્યો હતો અને એક કલાક બાદ 108 એમ્બ્યુલન્સમાં પોતે હોસ્પિટલ પરત ફર્યો હતો. બે દિવસ પહેલા જ બનેલી આ ઘટના બાદ પણ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સુરક્ષા બાબતે કોઈ જ પગલા લેવામાં આવ્યા ન હતા જેના કારણે મંગળવારે વધુ એક દર્દી ભાગી જતા પોલીસ દોડતી થઈ છે.
માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતો ભગવાન હરીકૃષ્ણ રાણા(50) પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ હતો. જે મંગળવારે સવારે 11:00 વાગ્યાના અરસામાં વોર્ડમાંથી ભાગી છુટ્યો હતો. વોર્ડમાંથી દર્દી ભાગી ગયો હોવાની જાણ થતા તબીબોએ સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાણ કરી હતી. જેથી સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. સલાબતપુરા પોલીસ દર્દીના ઘરે દોડી ગઈ હતી જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કોરોનાનો ચેપ લઈ ખુલ્લેઆમ ફરી રહેલા આ દર્દીને મોડી રાત સુધી પોલીસ શોધી રહી હતી.જો કે એ પોલીસના હાથે આવ્યો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે શહેર આખુ લોક ડાઉન કરાયું, લોકો બહાર ન નીકળે એ માટે પોલીસ પણ લોકો પર દંડાવાળી કરે છે. જો કે ખુબ જ સેન્સેટિવ કહી શકાય તેવી બાબત પણ સિવિલ તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. બે જ દિવસ પહેલા પોઝિટિવ દર્દી વોર્ડમાંથી ભાગી જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પણ સિવિલમાં ફરી ઘોર બેદરકારી સામે આવી છે.