Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત સરકારી હોસ્પિટલમાં કયા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે, તેનો ઉત્તમ નમૂનો ફરી એક વખત સામે આવ્યો છે, કોરોનાગ્રસ્ત વૃદ્ધાના પુત્રને તેમના મૃત્યુના 11મા દિવસ બાદ સુરત સિવિલ હોસ્પિટલ માંથી ફોન કરી જાણકારી આપવામાં આવી હતી કે તેમની માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે, આ સાંભળી ખુદ પુત્ર પણ ચોંકી ઉઠ્યો હતો.

સુરતના બમરોલી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં પરિવાર સાથે રહેતાં રૂકમાબેન સુર્યવંશીને ગત 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રૂકમાબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે નવી સિવિલના G-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત 20 જુલાઈના સાંજે 4 વાગ્યે હાલત ગંભીર હોવાનું કહીં તેમના પુત્ર પવનને જૂની બિલ્ડીંગ માં G-4 વોર્ડમાં બોલાવ્યો હતો. પવનની કેટલાક કાગળો પર સહી કરાવી રૂકસાનાબેનના મૃત્યુની જાણ તેમને કરવામાં આવી હતી.

રુકમાબેનનું મોત થતા પરિવાર શોકમાં હતો, દરમિયાન 30 જુલાઈએ સુરત સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી પુત્ર પવન પર ફોન આવ્યો હતો કે, જેમાં કોલ કરનારે જણાવ્યું હતું કે તમારા માતાની તબિયત સારી છે, તેઓ રેગ્યુલર દવા લે છે, તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ ફોનથી પુત્ર વિચારમાં પડી ગયો હતો કે સિવિલ હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે.

આ અંગે સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો રાગિણી વર્માએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું તપાસ કરાવી લઉં છું, પરિવારને યોગ્ય ન્યાય મળશે.

ફોન પર વાતચીતના અંશો.

સિવિલ કંટ્રોલ રૂમઃ નમસ્કાર સર, હું સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી બોલું છું.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, બોલો.
સિવિલ કંટ્રોલ રૂમઃ રુકમા સુર્યવંશીના સંબંધી વાત કરી રહ્યા છો સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, તેમનો પુત્ર બોલું છું.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી નામ જાણી શકું સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પવન સુર્યવંશી.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી પવનભાઈ, ધન્યવાદ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ પવનભાઈ તબિયત જણાવવા માટે ફોન કર્યો છે, એમને હાલ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા છે ને.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી હા તો તેમની તબિયત એમની સારી છે અને સ્ટેબલ બતાવે છે, બરોબર છે. ડોક્ટરની જે દવા છે તે રેગ્યુલર ચાલે છે અને તેના સારા થવા માટેના પ્રયત્નો ડોક્ટર અને નર્સ કરી રહ્યા છે. તમારી વાતચિત થાય છે તેમની સાથે?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પણ સાહેબ આ મેસેજ કોણે આપ્યો તમને
સિવિલ કંટ્રોલ રૂમઃ શેનો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ આ જે તમને કહીં રાખેલું રૂકમાબેનનું, આની જાણ કારી તમને ક્યાંથી મળી?
સિવિલ કંટ્રોલ રૂમઃ સિવિલ હોસ્પિટલમાંથી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ એક વખત બરાબર ચેક કરી લો ને સાહેબ, કારણ કે મમ્મીને મોત થયાને આજે 11 દિવસ થઈ ગયા છે.
સિવિલ કંટ્રોલ રૂમઃ શું વાત કરો છો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા
સિવિલ કંટ્રોલ રૂમઃ રિયલી વેરી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પેલા એક વખત ઈન્કવાયરી કરો બરાબર પછી મને ફોન કરજો
સિવિલ કંટ્રોલ રૂમઃ નહીં નહીં..100 ટકા, 100 ટકા, રિયલી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ ઓકે ઓકે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ