કોરોનાના સંક્રમણ પ્રસરતો અટકાવવા રાજ્ય સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેલા લોકો અન્ય જગ્યાએ નાસી ન જાય કે ઘરની બહાર ન નીકળે તે માટે સુરત મહા નગરપાલિકા દ્વારા SMC Covid-19 Tracker એપ્લિકેશન બનાવવામાં આવી છે.આ એપ્લિકેશન 3600 લોકોના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેથી હોમ ક્વોરેન્ટાઈનની પળેપળની માહિતી SMCને મળી રહે છે. આ પ્રયોગ સફળ રહેતા અન્ય શહેરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા થઈ રહી છે.
જેમાં હોમ ક્વોરેન્ટાઈનના લોકેશનથી લઈને તમામ વિગતો એડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ હોમ ક્વોરેન્ટાઈનની રોજ રોજના થતા ટેસ્ટ અને ટ્રીટમેન્ટની પણ વિગતો એડ કરી દેવામાં આવે છે. હોમ ક્વોરેન્ટાઈનની રોજની તેમની હાલત અને પરિસ્થિતિ અંગેની સેલ્ફી પણ અપલોડ કરવાની રહે છે. પાલિકા દ્વારા ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ હોમ ક્વોરેન્ટાઈનની રોજે રોજ મુલાકાત લઈને તપાસ થતી હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.