એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બીજી તરફ રૂપિયાની હેરાફેરીએ પોલીસની ચિંતા વધારી છે. સુરતમાં કારમાંથી લાખો રૂપિયા મળી આવતા પોલીસ દોડતી થઈ છે. માહિતી મુજબ સુરતના મહિધરપુરામાં એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે.