સુરતમાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી જોડાયા છે. સાથે કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ (Harsh Sanghvi) સંઘવી સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.