શહેરના છેવાડે સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ અને ચોથા માળે આવેલા ટેરેસ રુફ ટોપ સુધી ફેલાઇ ગઇ હતી. ચારેબાજુ અંધારપટ, ધુમાડાના ગોટેગોટા વચ્ચે સર્જાયેલા અગ્નિતાંડવમાં અલોહા ફેશન ડિઝાઈનિંગ ઈન્સ્ટિટયૂટના કેટલાક વિદ્યાર્થીઓ અગનજ્વાળાઓમાં જીવતા ભૂંજાઇ ગયા હતા. અમુક વિદ્યાર્થીઓએ જીવ બચાવવાનો કોઇ રસ્તો નહીં સૂઝતા ચોથા ફ્લોર પર રુફ ટોપથી ભૂસકો મારવા મજબૂર થવું પડયું હતું. હૈયું હચમચાવી દેનારા આ દૃશ્યો જોઇ સંખ્યાબંધ લોકોના મોઢેથી સિસકારા બોલી ઊઠયા હતા. આર્કેડમાં ફેલાયેલી વિકરાળ આગના લપકારા વચ્ચે ચારેતરફ અંધાધૂંધી અને અફરાતફરીના માહોલ સર્જાયો હતો.